Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu -->

Monday, 27 April 2020

Bhavnagar

*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖

*📝ભાવનગર📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ભાવનગર વિસ્તારને પ્રાચીન સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.*

*●ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી છે.*

*●ઇ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર પાલીતાણા (શેત્રુંજય પર્વતની તળેટીમાં) ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લાના મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે.*

*●મહુવા હાથીદાંતની બનાવટો તેમજ લાકડાંના રમકડાં માટે જાણીતું છે.*

*●રામાયણના પ્રખર વાચક મોરારીબાપુનું વતન તલગાજરડા ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●વલ્લભી વિદ્યાપીઠ જે સ્થાને હતી, તે વલભીપુર ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે.*

*●પાલીતાણા (હસ્તગિરિ) જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્થાનક છે.*

*●ભાવનગરને યુકેલિપ્ટસના (નીલગિરી) જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે.*

*●કાળિયાર માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે.*

*●એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લો જામફળનાં ઉત્પાદન માટે જાણીતો છે. તે અમદાવાદ (ધોળકા) જિલ્લા પછી જામફળના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લો કરે છે.*

*●પટારા બનાવવાના ઉદ્યોગ માટે ભાવનગર જાણીતું છે. તેમજ એક કહેવત મુજબ ભાવનગર ગાય, ગાડા અને ગાંઠિયા માટે જાણીતું છે.*

*●દેશી રજવાડાંઓના વિલીનીકરણ સમયે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું.*

*●ગાંધીજીએ શિક્ષણ મેળવ્યું હોય તેવી શામળદાસ કોલેજ ભાવનગરમાં આવેલી છે.*

*●ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.*

*●વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર નજીક આવેલા રાજપરા ખાતે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે જ્યાં તાતણિયો ધરો આવેલો છે.*

*●જિલ્લાના બગદાણા (બગડ નદીના કિનારે) ખાતે સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે.*

*●ભરતી-ઓટના સમયે જઈ શકીએ એટલે દરિયાની વચ્ચે પાંચ પાંડવોએ સ્થાપેલું નિષ્કલંક મંદિર મહાદેવનું શિવલિંગ કોળિયાક ખાતે આવેલું છે.*

*●જિલ્લાના હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. ઘોઘા-દહેજ વચ્ચે જે રો-રો ફેરી સર્વિસ શરૂ થયું તેવું ઘોઘા ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાતમાં આવેલી એકમાત્ર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) ભાવનગર શહેરમાં આવેલી છે.*

*●ભાવનગરના દરિયા કિનારા પાસે ખંભાતના અખાતમાં પીરમબેટ આવેલો છે.*

*●મુખ્યમંત્રી બાબુભાઈ પટેલના કાર્યકાળમાં સ્થપાયેલી ભાવનગર યુનિવર્સિટીનું નામકરણ 26 જાન્યુઆરી, 2012ના રોજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કરી દેવાયું.*

*●ભાવનગર રવિશંકર રાવળ તેમજ ખોડીદાસ પરમારનું જન્મસ્થળ છે.*

*●ભાવનગર જિલ્લાનું મહુવા ડુંગળીના પાક તેમજ તેના ડિહાઇડ્રેશન માટે જાણીતું છે. મહુવા ખાતે ડુંગળીનો છતરિયા ડિહાઇડ્રેશન પ્લાન્ટ જાણીતો છે.*

*●ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવના મંદિરમાં નરસિંહ મહેતાએ શિવની પૂજા કરી હોવાનું મનાય છે.*

*●નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા સાથે સંબંધિત દક્ષિણામૂર્તિ સંસ્થા જાણીતી છે.*

*~⭕ભાવનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*

*➖પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ*

*➖ભાવસિંહજી પોલીટેક્નિક કોલેજ*

*➖ગાંધી સ્મૃતિ*

*➖તખ્તએશ્વર મંદિર*

*➖રૂવાપરી મંદિર*

*➖દક્ષિણામૂર્તિ સંસ્થા - આંબલા*

*➖વલ્લભી વિદ્યાપીઠનું સ્થળ - વલભીપુર - ઘેલો નદીના કિનારે*

*➖તાંબા-પિત્તળના વાસણો માટે જાણીતું શહેર - શિહોર*

*➖બાર્ટન સંગ્રહાલય*

*➖લોકભારતી સંસ્થા - સણોસરા*

*➖બૌદ્ધ ગુફાઓ - તળાજા*

*➖બ્રહ્મકુંડ - શિહોર*

*➖દુલા ભાયા કાગનું ગામ - મજાદર*

➿➿➿➿➿➿➿➿➿➿➿

💥@gyaanganga💥

Bhavnagar

*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *📝ભાવનગર📝* ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ભાવનગર વિસ્તારને પ્રાચીન સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવ...